અંકલેશ્વર: GIDCની પ્રયોશા હેલ્થકેર કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. જીઆઇડીસીમાં આવેલ પ્રયોશા હેલ્થ કેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ
જીઆઇડીસીની પ્રયોશા હેલ્થકેર કંપનીમાં આગ
અગન જ્વાળાઓ નજરે પડતા દોડધામ
કામદારો કંપનીમાંથી બહાર નિકળી આવ્યા
5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર ઔદ્યોગિક પ્રયોશા હેલ્થ કેર કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.પાંચ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. જીઆઇડીસીમાં આવેલ પ્રયોશા હેલ્થ કેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામદારો કંપનીની બહાર નીકળી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાંચ ફાયર ફાયટરોની મદદથી ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો
#Fire News #Ankleshwar News #પ્રયોશા હેલ્થકેર #Ankleshwar GIDC #Prayosha HealthCare
Here are a few more articles:
Read the Next Article