New Update
અંકલેશ્વરમાં આયોજન
મહાશિવરાત્રીના પર્વ પર આયોજન
શિવજીની ભવ્ય સવારી નીકળી
શહેરના રાજમાર્ગો પર ફરી
મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
અંકલેશ્વરમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર શિવજીની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા
અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર ધાર્મિક ભાવના અને ઉત્સાહ વચ્ચે હાંસોટ રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરથી ભગવાન શિવજીની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું.નંદી પર સવાર શિવજીની આ શોભાયાત્રા હર હર મહાદેવના જયઘોષ સાથે પ્રારંભ થઈ હતી. સવારી મુખ્ય માર્ગ પરથી ચૌટાનાકા પહોંચી હતી, જ્યાં ભક્તોએ પુષ્પવર્ષા કરી આવકાર આપ્યો હતો. ત્યારબાદ બોરભાઠા માર્ગે આગળ વધતી સવારી ગડખોલ બ્રિજ પરથી પસાર થઈ ગડખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી મંદિર ખાતે પહોંચી હતી ત્યાં ધાર્મિક વિધિ અને આરતી સાથે સવારીનું સમાપન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ભક્તોએ શોભાયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઠંડા પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Latest Stories