અંકલેશ્વર: બાકરોલ ગામના શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે હિન્દૂ મહાસંમેલન યોજાયું

અંકલેશ્વરના બાકરોલ ગામ સ્થિત શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે ભડકોદ્રા મંડળ દ્વારા હિન્દૂ મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update
  • અંકલેશ્વરના બાકરોલ ગામે આયોજન

  • શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે આયોજન

  • ભડકોદ્રા મંડળ દ્વારા આયોજન કરાયુ

  • હિન્દૂ મહાસંમેલન યોજાયું

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વરના બાકરોલ ગામ સ્થિત શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે ભડકોદ્રા મંડળ દ્વારા હિન્દૂ મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અંકલેશ્વરમાં હિન્દૂ મહાસંમેલનનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલન ભડકોદ્રા મંડળ દ્વારા યોજાયું હતું. કાર્યક્રમ બાકરોલ સ્થિત સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહાસંમેલનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિભાગ સંચાલક બળદેવ પ્રજાપતિએ  વક્તવ્ય આપ્યું હતું. તેમણે હિન્દૂ સમાજની એકતા, સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતનાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમમાં હિન્દૂ સંમેલનના સંયોજક હિતેન્દ્રસિંહ રાણા, મંડળ કાર્યવાહ મહેન્દ્ર ગીરસે, હિતેશ રાજગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક અને ધાર્મિક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.મહાસંમેલન અંતર્ગત બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
Latest Stories