ભરૂચનું “ગૌરવ” : ઝઘડીયાના અંકુર પટેલે ૩-RA રેન્ક, ભરૂચના ભાવેશ ડોડીયા અને અમન કાનુગાએ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં 4થો રેન્ક મેળવ્યો...

રાજકોટ ખાતે યોજાયેલ ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયાના અંકુર પટેલ, ભરૂચના ભાવેશ ડોડીયા અને અમન કાનુગાએ સિદ્ધિ હાંસલ કરતાં જિલ્લાવાસીઓ તથા મિત્ર મંડળે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

aa
New Update

રાજકોટ ખાતે યોજાયેલ ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયાના અંકુર પટેલભરૂચના ભાવેશ ડોડીયા અને અમન કાનુગાએ સિદ્ધિ હાંસલ કરતાં જિલ્લાવાસીઓ તથા મિત્ર મંડળે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વેપારી અગ્રણી ગણાતા શુભમ સ્ટોર્સના માલીક અને ખેડૂત એવા અંકુર પટેલ (મોરણવાલા) વેપાર સાથે ખેતી અને બોડી બિલ્ડિંગનો અનોખો શોખ ધરાવે છે. અંકુર પટેલ ભરૂચના મયુરી ફિટનેસમાં ધવલ મહિડા જીમ ટ્રેનરના હાથ નીચે તાલીમ લઈ અવાર નવાર બોડી બિલ્ડિંગની ચેમ્પિયન શીપમાં ભાગ લેતાઅને જીલ્લા કક્ષાએ સારૂ પરફોર્મન્સ ધરાવે છે. આજ પરફોર્મન્સના કારણે અને મયુરી ફિટનેશ અને જીમ ટ્રેનર ધવલ મહીડાની તાલીમ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ તેઓને ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયન શીપમાં ભાગ લેવાની તક મળી અને આ તક તેમણે ફળીભૂત કરી બતાવી. હાલમાં જ રાજકોટ ખાતે યોજાયેલ ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં તેમણે ભાગ લઇ તેમણે ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં 3-RA (3 RA) રેન્ક મેળવવામાં સફળતા મેળવી છેજ્યારે ભરૂચના ભાવેશ ડોડીયા એ 4થો અને અમન કાનુગાએ 4થો રેન્ક મેળવ્યો છે. ભરૂચ જિલ્લાના આ બોડી બિલ્ડરોની સફળતાના પગલે ઝઘડીયા તાલુકા સહિત જીલ્લાનુ ગર્વ વધાર્યું છે. અંકુર પટેલ,  ભાવેશ ડોડીયા અને અમન કાનુગાની આ સફળતાથી જિલ્લાવાસીઓ તથા મિત્ર મંડળે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

#Body Builder Competetion #CGNews #Gujarat #Bharuch #Rajkot
Here are a few more articles:
Read the Next Article