ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા નજીકથી હેઝાર્ડસ વેસ્ટ ભરેલ 2 ટ્રક ઝડપી પાડી, રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ  ઝઘડીયા પોલીસ મથક  વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ

New Update
IMG_20241122_082004
Advertisment
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ  ઝઘડીયા પોલીસ મથક  વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઇવા ટ્રક નંબર- GJ-16-Z-3503 તથા હાઇવા નંબર- GJ-21-W-0229માં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડસ વેસ્ટ ભરીને તિલકવાડાના નલિયા ગામે ખાલી કરવા જવાના છે.
Advertisment
જેના આધારે પોલીસે વોચ ગોઠવી  બે હાઇવા ટ્રક આવતા તેને રોકી લઇ, તેમાં ચેક કરતા તેમાં  હેઝાર્ડસ વેસ્ટ ભરેલ હોય જ એક હાઇવમાં ૨૫ ટન તથા બીજા હાઇવામાં આશરે ૨૪.૫ ટન મળી આવ્યું હતું. પોલીસે બન્ને ચાલકો પાસે આધાર પુરાવા માંગતા તે મળી આવ્યા ન હતા આથી પોલીસે ટ્રક ચાલકો સોહન રેવસીંગ ભાભોર અને મિલેશ નાનકા વસુનીયાની અટકાયત કરી હતી. પોલીસે તેઓ પાસેથી બે ટ્રક સહિત રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories