ભરૂચ: વોર્ડ 7ના ચીંગસપુરા મારૂ ફળિયામાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિકો પરેશાન

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7ના ચીંગસપુરાના મારૂ ફળીયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે,

New Update

ભરૂચમાં વોર્ડ 7 ચીંગસપુરામાં પાણીની સમસ્યા 

મારૂ ફળિયાના લોકોના પાણી માટે વલખા 

પાલિકામાં રજૂઆત બાદ પણ ઉકેલ ન આવ્યો 

રહીશોએ પાલિકામાં કરી ઉગ્ર રજૂઆત 

બીજી લાઈનમાં પાણી કનેક્શન જોડી દેવાની વિપક્ષના સભ્યોની ચમકી   

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7ના ચીંગસપુરાના મારૂ ફળીયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે, તેથી નગરપાલિકાના વિપક્ષના સભ્યો સાથે મળીને સ્થાનિકોએ વોટરવર્કસ કમિટીમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 7ના ચીંગસપુરાના મારૂ ફળિયામાં ગરીબ વર્ગના પરિવારજનો રહે છે.ત્યાં છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી મળતું ન હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ અંગે રહીશો દ્વારા નગરપાલિકા માં રજુઆત કરવામાં આવી હતી, જોકે તેમની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નહોતું. તેથી રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ તેમજ સભ્ય સલીમ અમદાવાદીને આ મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટર વર્કસ સમિતિના ચેરમેન તેમજ એન્જિનિયરને આ અંગે ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે જણાવ્યું હતું, આ ઉપરાંત જો રહીશોની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો વિપક્ષી સભ્યો જાતે જ બીજી પસાર થતી લાઈન માંથી કનેક્શન આપી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.જોકે આ મુદ્દે રજૂઆત બાદ વોટર વર્કસ માંથી સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી.ત્યારે આ ખાતરીનું પાલન થાય છે કે કેમ તે જોવું રહ્યું!
#Bharuch News #CGNews #water #water issues #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article