ભરૂચ: ન્યાયાલય સંકુલમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન,વિવિધ કેસનો કરાયો નિકાલ

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પેન્ડિંગ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો

New Update

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પેન્ડિંગ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં ક્રીમીનલ કંમપાઉન્ડ કેસ, નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટની કલમ-૧૩૮ અન્વયના કેસ, બેન્કના નાણાં વસૂલાત, મોટર અકસ્માત,લેન્ડ એક્વીઝીશન એક્ટ સહિતના કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહનચાલકોને મોટર વ્હિકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણા ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં ફેસલો થતો હોય છે. આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એચ ગાંધી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ  એચપી જોશી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એચ.વી ઉપાધ્યાય,જજ પી એમ સોની,જજ એમ એમ સૈયદ,જજ એ.ટી તિવારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી સહિત ધારાશાસ્ત્રીઓ ,કોર્ટ સ્ટાફ  અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
#National Lok Adalat #CGNews #organized #court complex #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article