ભરૂચ: વાગરા ઓચ્છણ ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા,રૂ.6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચના વાગરા તાલુકાના ઓચ્છણ ગામની સીમમાં આવેલાં કુતરિયા વગામાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતાં 6 પૈકીના એક ખેલી ઝડપાઇ ગયો હતો, જ્યારે 5 પોલીસને

New Update
IMG-20241122-WA0190
Advertisment
ભરૂચના વાગરા તાલુકાના ઓચ્છણ ગામની સીમમાં આવેલાં કુતરિયા વગામાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતાં 6 પૈકીના એક ખેલી ઝડપાઇ ગયો હતો, જ્યારે 5 પોલીસને ચકમો આપી સ્થળ ઉપરથી નાસી છુટ્યાં હતાં.
પોલીસે તેમની પાસેથી 3700 રૂપિયા રોકડા અને એક મોબાઇલ, 3 બાઇક અને એક કાર સહીત કુલ 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એક ખેલી ઉપેન્દ્ર રમેશ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર થઇ ગયેલાં આરોપીઓને પણ શોધવાની કવાયત હાથ ધરી હતી.
Advertisment
Latest Stories