ભરૂચ: રાજપારડી પોલીસે કતલના ઇરાદે લઈ જવાતા 2 ગૌવંશને કરાવ્યા મુક્ત

પોલીસે તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ગાયના બે વાછરડા ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા

Rajpardi Police
New Update
ભરૂચની રાજપારડી પોલીસે કતલના ઈરાદે લઈ જવાતા બે ગૌ વંશને મુક્ત કરાવી એક ઈસમને 3.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચની રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે રાજપારડીથી ટેમ્પો નંબર-જી.જે.16.એ.ઝેડ.3730માં એક ઈસમ ગાયના બે વાછરડા કતલ કરવાના ઇરાદે તરસાલી ગામે ભરીને લઇ જાય છે.જેવી બાતમીના આધારે પોલીસે રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ગાયના બે વાછરડા ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા પોલીસે નવી જરસાડ ગામના દીવાન ફળિયામાં રહેતો ઇમરાનશા સિકંદરશા હુસેનશા દિવાનને ઝડપી પાડી કુલ 3.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Bharuch Police #Bharuch News #Rajpardi Police #ગૌવંશ #રાજપારડી પોલીસ #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article