ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર શાળામાં રંગોળી-ચિત્ર સ્પર્ધાનું આયોજન,હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી

હર ઘર તિરંગા.અભિયાન અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે ભરૂચની નારાયણ વિધ્યાવિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું

New Update
ભરૂચમાં આવેલી છે નારાયણ વિદ્યાવિહાર શાળા
શાળામાં હર ઘર તિરંગા અભિયાનની કરાય ઉજવણી
ભારત માતાની વિશાળ રંગોળી બનાવાય
વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
આગેવાનો અને શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
ભરુચની નારાયણ વિધ્યા વિહાર  શાળા ખાતે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત રંગોળી અને  ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા.અભિયાન અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે ભરૂચની નારાયણ વિધ્યાવિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
રંગોળી સ્પર્ધાના  ભાગરૂપે 24 બાય 24 ફુટની સાઈઝની ભારત માતાની રંગોળી બનાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના  એજ્યુકેશન ઇસ્પેકટર,દિવ્યેશ પરમાર, શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
#હર ઘર તિરંગા અભિયાન #Har Ghar Tiranga Abhiyan #રંગોળી સ્પર્ધા #નારાયણ વિદ્યાવિહાર #ચિત્ર સ્પર્ધા #Bharuch Narayan Vidhyalay #Drawing competition
Here are a few more articles:
Read the Next Article