ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવા 300 રેડિયમ બેલ્ટનું વિતરણ કરાયુ

ભરૂચમાં રસ્તે રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો રોકવા સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવાના રેડિયમ બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં રસ્તે રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો રોકવા સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવાના રેડિયમ બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ માર્ગો પર  પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારામાં નજરે ના પડતા ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે ત્યારે ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા બી.જી.પી.હેલ્થ કેરના સંયુક્ત પ્રયાસ થકી ગૌવંશ તથા અન્ય અબોલ જીવોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવા માટે 300 જેટલા બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેને લોકો બિરદાવી રહ્યા છે

#belt #CGNews #radium banded #Sarthak Foundation #Stray Cattles #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article