ભરૂચ: શાળા સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ રંગ-પ્રકારના સ્વેટર પહેરવા દબાણ ન કરી શકે, શિક્ષણ વિભાગનો પરિપત્ર !

ભરૂચ જિલ્લાની કોઈ પણ શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ, સૂચનાનું પાલન ન કરનાર શાળા સામે લેવાશે પગલા

New Update
  • ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગનો પરિપત્ર

  • શાળા સંચાલકોને પત્ર પાઠવાયો

  • ચોક્કસ રંગનું સ્વેટર ખરીદવા દબાણ ન થઈ શકે

  • વિદ્યાર્થીઓ મનપસંદ સ્વેટર પહેરી શકશે

  • સૂચનાનું પાલન ન કરનાર શાળા સામે લેવાશે પગલા

ભરૂચ જિલ્લાની કોઈ પણ શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ.આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળા સંચાલકોને પત્ર લખી સૂચના આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુ શરૂ થતાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જ કલરના કે શાળાની પસંદગી સ્વેટર પહેરવા માટે શાળાના સંચાલકો થકી દબાણ ન કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ થકી દરેક શાળાને પત્ર કરી જાણ કરવામાં આવી છે. કેટલીક વખત શાળાઓ થકી તેમની પસંદગીની દુકાનમાંથી વાલીઓને ગરમ કપડાં ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોય છે. જેના કારણે વાલીઓ પર આર્થિક ભારણ વધતું હોય છે.
 ત્યારે શિક્ષણ વિભાગ આવી કોઈપણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તે માટે દરેક શાળાને પત્ર કરી જણાવ્યું છે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે.આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઇ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં. તેમજ ઋતુ આધારિત આ સૂચનાનું કાયમી ધોરણે પાલન થાય તેની તાકીદ કરવામાં આવે છે.
Latest Stories