ભરૂચ: તા.૧૭ સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો થશે પ્રારંભ

Featured | સમાચાર, રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ સેવાસેતુ

seva setu
New Update
રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમના ૧૦માં તબક્કાનો શુભારંભ થઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં આગામી તારીખ ૧૭ મી સપ્ટેમ્બર થી શરૂ થઈ રહેલા આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ દિવસોએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આગામી તારીખ ૧૭-૯-૨૦૨૪ ને મંગળવારના રોજ ભરૂચ તાલુકાના પાલેજ ખાતે, વાગરા તાલુકાના આંકોટ ખાતે, અંકલેશ્વર તાલુકાના સજોદ ખાતે, જંબુસર તાલુકાના કોમ્યુનિટી હોલ- કલક ખાતે, આમોદ તાલુકાના સમની હાઇસ્કૂલ ખાતે, ઝધડીયા તાલુકાના પ્રાથમિક શાળા પાનવાડી ખાતે, વાલીયા તાલુકાના પ્રાથમિક શાળા વાલીયા ખાતે તેમજ નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા વણખૂંટા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે.
#Sevasetu program #Bharuch
Here are a few more articles:
Read the Next Article