અંકલેશ્વર : નવા છાપરા ગામના ડે સરપંચ સહિત 3 ઇસમો સામે છેડતીની ફરિયાદ

અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિકૃપા સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત ત્રણ ઇસમોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હતો.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

andada maramari.jpg
New Update

અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિકૃપા સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત ત્રણ ઇસમોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હતો.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિકૃપા સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતી શ્વેતાબેન રાજેશત્રંબક ચૌધરી ગત તારીખ-19મી જૂનના રોજ પોતાના ઘરે રાતે 11 કલાકે ટીવી જોઈ રહી હતી તે વેળાએ કાર નંબર-જી.જે.16.ડી.સી.1450માં આવેલ ત્રણ પૈકી બે ઇસમો નવા છાપરા ગામનો ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર નામનો ઈસમ યુવતીના ઘરની સામે અનિકેત પાટિલના ઘરનો દરવાજો ખખડાવતા જોયા હતા.જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી.
તે દરમિયાન તેણીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા શ્વેતા ચૌધરીએ દરવાજો ખોલતા યુવતીએ તેઓને કોનું કામ છે તેમ કહેતા એક ઇસમે તારું જ કામ છે કહી તેણીની છેડતી કરી યુવતી દરવાજો બંધ કરે તે પહેલા બંને ઇસમોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતાં યુવતીએ બુમરાણ મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને બંને ઇસમો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા તે સમયે યુવતીના ભાઈએ બંને ઇસમોને તમે આવું કેમ કર્યું કહેતા જ ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના ઇસમે અમે અહિયાના દાદા છે કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ મારમારીનો વિડીયો પણ વાઇરલ થયો છે.
#યુવતીની છેડતી #ડેપ્યુટી સરપંચ #નવા છાપરા ગામ #મારામારી #અપશબ્દો ઉચ્ચારી #અંકલેશ્વર
Here are a few more articles:
Read the Next Article