અંકલેશ્વર: પીરામણમાં ચાલતી કાંસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવા માંગ

અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

New Update

અંકલેશ્વરના પીરામણ ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે

અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર પીરામણ ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવા કામ ચાલી રહ્યું છે.હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી કાંસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય વધતાં લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે સાથે અકસ્માતનો પણ ભય રહેલો છે.ઉપરાંત લોકોના ઘરોમા પણ પાણી ભરાવાની સંભાવના રહેલી છે.તેવામાં શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે 
#Ankleshwar #CGNews #work #line #construction #Piraman Village #Gujarat #drainage
Here are a few more articles:
Read the Next Article