ભરૂચ: નેત્રંગના ફૂલવાડી ગામે વીજ કંપનીનું સબસ્ટેશન બનાવવાનો વિવાદ, મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update

ભરૂચના નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભરૂચના નેત્રંગ તાલુકામાં આવેલ થવા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ફૂલવાડી ગામના લોકોની પરવાનગી લીધા વગર પંચાયત દ્વારા જીઇબીને રેવન્યુ ખાતાની ખરાબાની જમીનની ફાળવણીનો ગ્રામ સભામાં ઠરાવ કરતાં તે ઠરાવ રદ કરવા મામલતદારને ગ્રામજનો અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આવેદન પાઠવ્યું. તેમાં જણાવ્યા મુજબ ફૂલવાડી ગામના લોકોની જાણ બહાર તથા લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચે લોકોની સહી અને અંગુઠો કરાવી ગ્રામ સભામાં ઠરાવ કર્યો હતો. જેમાં ગામની સીમમાં આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીન ખોટી સહી કરાવીને આ જમીન જીઇબીને ફાળવી છે. ગૌચરની જમીનમાં વર્ષોથી ગામલોકો પશુઓ ચરાવતાં આવ્યાં છે. હવે આ જગ્યા સરપંચે ખોટી રીતે જીઇબીને ફાળવી દીધી છે. જમીન ફાળવણી કરતો ઠરાવ તાત્કાલિક અસરથી રદ કરવામાં નહિ આવે તો આંદોલન કરાશે.
તો આ અંગે થવા ગ્રામપંચાયતના સરપંચ સુશીલા વસાવાએ જણાવ્યું હતું કે થવા ગ્રા.પંચાયતના સરપંચની ચુંટણીમાં તેઓ સામે ઉભેલા અને હારી ગયેલા ઉમેદવાર અશોક  વસાવાએ ગ્રામજનોને ઉશ્કેરી અને ગેરમાર્ગે દોરીને આવેદનપત્ર અપાવ્યું છે તે તદ્દન ખોટું છે.થવા ગ્રા.પંચાયતની ગ્રામસભામાં ઠરાવ કરીને મંજુરી આપી છે.
#CGNews #Netrang #power company #construction #Gujarat #Bharuch #Phulwadi village
Here are a few more articles:
Read the Next Article