ભરૂચમાં બીએનએસ ગૃપે ગણેશ ભક્તોને કરાવ્યા અયોધ્યા રામમંદિરના દર્શન

ભરૂચ શહેરના ગણેશ મંડળ દ્વારા વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં બીએનએસ ગૃપ દ્વારા ગણેશોત્સવમાં અયોધ્યા સ્થિત રામ મંદિરની થીમ પર આબેહૂબ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

New Update

ભરૂચ શહેરના ગણેશ મંડળ દ્વારા વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં બીએનએસ ગૃપ દ્વારા ગણેશોત્સવમાં અયોધ્યા સ્થિત રામ મંદિરની થીમ પર આબેહૂબ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આઈનોક્સ નજીક ભરૂચ નિર્માણ સંઘ એટલે કે બીએનએસ ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી અલગ અલગ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે ખાસ બંગાળના કારીગરો દ્વારા 30 લાખના ખર્ચે ફાઇબરનું શ્રી રામના મંદિરનું નિર્માણ કર્યું છે.અયોધ્યાની જેમ જ રામ મંદિરની થીમ આધારિત પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે.રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરતા હોય તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે.ભક્તોની સુવિધા માટે ફાઇબર સેફ સેફ્ટી સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
#CGNews #Ganesh Ji #Ayodhya Ram Temple #Shree Ram #Gujarat #Bharuch #theme
Here are a few more articles:
Read the Next Article