ભરૂચ : બલરામ જયંતિ નિમિત્તે ભારતીય કિશાન સંઘ દ્વારા તવરા ગામ ખાતે યજ્ઞ સહિત પૂજન અર્ચન કરાયું

ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ તવરા ગામ ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ તવરા ગામ ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ જયંતિ પર્વ નિમિત્તે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છેત્યારે ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ તવરા ગામ ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા બલરામ જયંતિ નિમિતે યજ્ઞ સહિત પૂજન અર્ચન થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પર્યાવરણની વૈશ્વિક સમસ્યા સહિત કલ્યાણ હેતુસર તમામ ઉપસ્થિતોએ વિશેષ દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ભારતીય કિશાન સંઘના જિલ્લા પ્રમુખ ભીખુભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories