New Update
અંકલેશ્વર ન.પા.ના કારોબારી અધ્યક્ષનું નિધન
માર્ગ અકસ્માતમાં નિલેશ પટેલનું નિધન
વતન મોટવાણ ગામેથી નિકળી અંતિમયાત્રા
મોટી સંખ્યામાં લોકો જોડાયા
દીકરીઓએ આપ્યો મુખાગ્નિ
અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થતા આજરોજ તેમના વતન મોટવાણ ગામ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ગામ આખું હિબકે ચઢ્યું હતું
અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. મહાશિવરાત્રીની રાત્રીએ તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના પગલે તેઓનું નિધન થયું હતું.આજરોજ તેમની અંતિમ યાત્રા તેમના વતન મોટવાણ ગામ ખાતેથી નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
નિલેશ પટેલ તેમના સાલસ અને મળતાવડા સ્વભાવને કારણે લોકપ્રિય હતા. અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે.વિશેષ નોંધનીય છે કે નિલેશ પટેલની બન્ને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપ્યો હતો, જે દ્રશ્યથી સૌની આંખ ભીની થઇ ગઈ હતી.
Latest Stories