ભરૂચ: વાલિયા- નેત્રંગના તાલુકા કક્ષાના 75માં વનમહોત્સવની ઉજવણી

ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા-નેત્રંગના ૭૫માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી

New Update

ભરૂચના વાલિયામાં કરવામાં આવી ઉજવણ

તાલુકાકક્ષાના વન મહોત્સવની ઉજવણી

નેત્રંગ-વાલિયા તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ધારાસભ્ય રિતેશ વસાવા રહ્યા ઉપસ્થિત

વૃક્ષારોપાણ સહિતના કાર્યક્રમો યોજાયા

ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા-નેત્રંગના ૭૫માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી
સામાજિક વનીકરણ રેંજ વાલિયા વિભાગ દ્વારા ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા-નેત્રંગના ૭૫માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે બાદ શાળાના પટાંગણમાં ધારાસભ્ય સહિતના આમંત્રિતોના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું જયારે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકની વિવિધ બનાવટની વસ્તુઓનો ઉપયોગ નહિ કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.જે બાદ જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વન મહોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રધ્ધા નાયક,આર.એફ.ઓ મહિલાપાલસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા અને વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
#Valia #CGNews #Netrang #Van Mahotsav #Tree Plantation #Bharuch
Here are a few more articles:
Read the Next Article