Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ટહેલવા જતાં લોકો પાસેથી ચિલઝડપ કરાયેલા 5 મોબાઈલ સાથે 2 શખ્સો ઝડપાયા

ભાવનગર : ટહેલવા જતાં લોકો પાસેથી ચિલઝડપ કરાયેલા 5 મોબાઈલ સાથે 2 શખ્સો ઝડપાયા
X

ભાવનગર શહેર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી સાંજનાં સમયે ચાલવા નીકળેલ માણસો મોબાઇલ ફોનમાં વાત કરતાં હોય. ત્યારે મોટર સાયકલ ઉપર આવી મોબાઇલ ફોન આંચકી લઇ જવાનાં બનાવો બનતા હોવા અંગેનાં ગુન્હાઓની ગંભીરતા ને ધ્યાનમાં રાખી ભાવનગર એસ.પી. દ્વારા આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ જેને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.

તે દરમ્યાન મળેલ બાતમી આધારે વિઠ્ઠલવાડી, ઉદ્યોગનગરવાળા ખાંચા પાસેથી અમીત ઉર્ફે મિત મકવાણા અને પિયુશ ઉર્ફે રાજા જોગી ની પૂછપરછ કરતા બને ઈસમો દ્વારા ચાલતાં-ચાલતાં મોબાઇલ ફોનમાં વાત કરતાં માણસો પાસેથી કાળીયાબીડ ,પાણીની ટાંકી, મીણબતી સર્કલ, વાઘાવાડી રોડ કાળીયાબીડ તથા લખુભાઇ હોલ પાસેથી મોબાઇલ આંચકીને લઇ લીધેલ હોવાનું કબૂલાત કરતા બન્ને શખ્સને અટકાયત કરવામાં આવી છે.

Next Story