Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોરોના મહામારીને પહોચી વળવા સાંસદની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાય...

કોરોનાના ત્રીજા વેવને અનુલક્ષીને લોકસભા બેઠકના પ્રભારીમંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાય હતી.

ભાવનગર : કોરોના મહામારીને પહોચી વળવા સાંસદની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાય...
X

ભાવનગર જીલ્લા કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે કોરોનાના ત્રીજા વેવને અનુલક્ષીને લોકસભા બેઠકના પ્રભારીમંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાય હતી. જેમાં સાંસદ ડો. ભારતી શિયાળ, ધારાસભ્ય વિભાવરી દવે, આત્મારામ પરમાર, જિલ્લા કલેકટર, કમિશનર અને જીલ્લા પોલીસવડા સહિતના લોકો તેમજ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોરોના અંગેની આગોતરી તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રીએ ભાવનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રથમ અને બીજી કોરોના લહેરમાં પણ આપણે સારી કામગીરી કરી છે. કોરોનાનો નવો વેરીયન્ટ એવા ઓમીક્રોન સામે લડવા તંત્ર સજ્જ છે, અને તેના માટે કોઇપણ ચૂક ન થાય તે અંગે તેની પૂર્વ સમીક્ષા અને તૈયારીઓ કરવી જરૂરી છે. જેમાં જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા વગેરેની સમીક્ષા કરી આકસ્મિક સંજોગોમાં પુરતી તૈયારીઓ રાખવાં માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી, જ્યારે કોરોના સામેની જંગમાં લડવા કેન્દ્ર-રાજ્ય સરકારની સાથે તંત્ર પણ સંપૂર્ણ સજ્જ છે. પરંતુ તેમાં પ્રજાનો સંપૂર્ણ સહકાર અને જાગૃતિ જરૂરી છે. એટલે કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખે તે પણ ખૂબ જરૂરી છે. તો જ આ ત્રીજી લહેરને આસાનીથી હરાવી શકીશું.

Next Story