Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની શોર્ટ ફિલ્મ ઓસ્કારની દોડમાં

ભાવનગરમાં રહેતી અને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તરુણીએ એનીમેટેડ શોર્ટ ફિલ્મ બનાવીને ઓસ્કારમાં મોકલી આપી હતી. જેને ઓસ્કાર એવોર્ડ માટે સ્વીકારવામાં આવી છે.

X

ભાવનગરમાં રહેતી અને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તરુણીએ એનીમેટેડ શોર્ટ ફિલ્મ બનાવીને ઓસ્કારમાં મોકલી આપી હતી. જેને ઓસ્કાર એવોર્ડ માટે સ્વીકારવામાં આવી છે.

વૈજ્યંતી દેવર્ષિ ઓઝા નાનપણથી જ સંગીત, સ્વિમિંગ, સાયન્સની સ્પર્ધાઓમાં તેમને ભાગ લેવા માટે પ્રોત્સાહિત થયેલ છે ત્યારે હાલમાં ધો. 9માં અભ્યાસ કરતી વૈજ્યંતી લોકડાઉનમાં એનિમેશન અને ગ્રાફિક શીખવા માટે તેમના પિતા પાસે લેપટોપની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યારે લેપટોપ માળીયા બાદ નવ મહિનાની સુધી જાતે એનિમેશન અને ગ્રાફિક્સ વગેરે શીખવાની પ્રેક્ટિસ કરી હતી ત્યારબાદ અનેક અટકળોથી પસાર થઈને તેને ઈનોસન્ટ ફ્રેન્ડશિપ શોર્ટ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ તૈયાર થયા બાદ તેને ડી.સી.પી.માં રાખવી કે એમ.પી.થ્રીમાં મોકલવી તેના માટે પણ ઘણી મહેનત થઈ હતી. ફિલ્મ બનાવ્યા બાદ તેને કોઈ થિયેટર અથવા કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કાર્ય બાદ જ તેની એન્ટ્રી ગણવામાં આવે છે. જેને પગલે તેને લી નેબરહુડ થિયેટરમાં એક અઠવાડિયા માટે દરોજનો એક શો દેખાડવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં મનુષ્ય અને કૂતરા વચ્ચેનાં સંબંધોને ખૂબ ઉત્કૃષ્ટ રીતે વર્ણવવામાં આવ્યા છે. ગયા ઑક્ટોબર થી શરૂ કરવામાં આવેલ આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બની હતી. ત્યારે હાલ ઓસ્કાર એવોર્ડ માટે આ ફિલ્મ સ્વીકારવામાં પણ આવી ગઈ છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં આ ફિલ્મને ટોપ 50માં સ્થાન મળ્યું છે કે નહિ તેનો નિર્ણય આવી જશે.

Next Story