Connect Gujarat
ગુજરાત

ભાવનગર : છેલ્લા 5 વર્ષથી ફરાર કેદી દેશી તમંચા અને કારટીઝ સાથે ઝડપાયો

ભાવનગર : છેલ્લા 5 વર્ષથી ફરાર કેદી દેશી તમંચા અને કારટીઝ સાથે ઝડપાયો
X

ભાવનગર શહેરમાં રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે પેટ્રોલીંગ દરમ્યાન ભાવનગર-ઘોઘા રોડ પોલીસ મથકના સને 2003માં થયેલ ડબલ મર્ડરના આજીવન સજા પામેલ અને છેલ્લા 5 વર્ષથી પેરોલ ફર્લો પરથી ફરાર કેદીને ફાયર આર્મ્સ દેશી બનવાટનો તમંચો તથા 2 નંગ જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ ભાવનગર શહેરમાં આગામી રથયાત્રાના ધાર્મીક તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે બાબતે શહેરના તમામ પોસ્ટેના પોલીસ ઇન્સપેક્ટરોને સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે, ભાવનગર બી' ડીવીજન (ઘોઘારોડ) પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના આરોપી જે આજીવન સજા પામેલ છે અને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ ફર્લો રજા મેળવી જેલમાં હાજર નહિ થઇ છેલ્લા 5 વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર રહેલ પાકા કામના કેદી ઘનશ્યામ ઉર્ફે ઘંટી જગજીવનદાસ દાણીધારીયાને ભાવનગર ખારગેટ ચોક જલારામ મંદીરવાળા ખાંચામાં લોહાણા સમાજની વાડી પાસે ઉભેલ છે અને તેના પેંન્ટના નેફામાં ગેર કાયદેસર ફાયર આર્મ્સ હથીયાર પણ છે. તેવી ચોકકસ હકિકત મળતા તાત્કાલિક ગંગાજળીયા પોલીસ ટીમે પહોંચી આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો. ઉપરાંત તેના પાસેથી દેશી બનાવટનો તમંચો તથા પેંન્ટના ખીસ્સામાંથી 2 નંગ જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ ગંગાજળીયા પોલીસ ટીમને ડબલ મર્ડર જેવા ગંભીર ગુન્હાના લાંબા સમયથી જેલમાંથી ફરાર આરોપીને તમંચા તથા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Next Story