Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પુરી કરી માખણીયા ગામનો યુવાન પરત વતન આવતાં ભવ્ય સ્વાગત કરાયું

ભાવનગર : ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પુરી કરી માખણીયા ગામનો યુવાન પરત વતન આવતાં ભવ્ય સ્વાગત કરાયું
X

ભારતીય લશ્કરમાં કાર્ય કરવું તે સન્માનની વાત છે. ગુજરાતીઓ ભારતીય લશ્કરમાં ખૂબ ઓછા છે તેવાં સમયે ભાવનગરના તળાજા તાલુકાના માખણીયા ગામનો યુવાન ઇન્ડિયન નેવીની તાલીમપૂર્ણ કરીને પરત પોતાના માદરે વતન આવેલાં મકવાણા સચિન છગનભાઈનું ગ્રામજનો દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.

માખણીયા ગામના યુવાન મકવાણા સચિનનું ગામલોકોએ તળાજા રોયલ ચોકડીથી ડી.જે.ના તાલ સાથે ભારત માતા કી જયના જયકારા અને બાઈક રેલી સાથે માખણીયા ગામના હનુમાન દાદાના દર્શન કરાવી માખણીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સચિનને તેમના માતા પિતાને તિલક કરી ઘર પરિવાર દ્વારા સામૈયા કરીને વાજતે-ગાજતે માખણીયા ગામના ચોકમાં શોભાયાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માખણીયા ગામમાં લોકો ખુશીના માહોલ સાથે ઝૂમી ઉઠ્યાં હતાં. મકવાણા સચિનના સ્વાગત તળાજાથી માખણીયા આવતાં રસ્તામાં આવતાં તમામ મદિરોએ શ્રીફળ વધેર્યું હતું. ગામમાં પ્રવેશતા પ્રાથમિક શાળા આવતા પોતાનો અભ્યાસ ત્યાં કરેલ જ્યારે સમગ્ર શિક્ષકગણ તેમજ ગામના આગેવાનોએ ત્યાં તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ઘેર પહોંચતા પુત્રને માતા દ્વારા પોખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બહેનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. ગામમાં પ્રથમ યુવાન નેવીની ટ્રેનીંગ પૂર્ણ કરી આવતાં ગામના યુવાનોને પણ પ્રેરણા મળે તે માટે સચિનના પિતા છગનભાઈ દ્વારા ડી.જે. સાથે સ્વાગત કર્યું હતું. ઘેર પહોંચતા લોકોને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. આમ, નાના એવાં ગામની આ સામાન્ય ઘટના છે. પરંતુ માં ભારતીની રક્ષા કાજે જ્યારે ગામનો તરવરિયો યુવાન જવાનો હોય ત્યારે તેના વતનમાં આવવાના હરખના તેડાં થવાં જ જોઇએ. તેનાથી ગામના યુવાનોને તો પ્રેરણા મળશે જ પરંતુ રાજ્યના યુવાનો પણ મા ભારતીની સેવા માટે આગળ આવશે.


Next Story