Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ખાદ્ય ખોરાકની તપાસ માટે ચેકિંગ વાનનું શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાદ્ય પદાર્થોના ચેકિંગ માટે ફાળવવામાં આવેલી ટેસ્ટિંગ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

ભાવનગર : ખાદ્ય ખોરાકની તપાસ માટે ચેકિંગ વાનનું શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...
X

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભા વાઘાણીની ઉપસ્થિતિમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાદ્ય પદાર્થોના ચેકિંગ માટે ફાળવવામાં આવેલી ટેસ્ટિંગ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ હોમીયોપેથી મેડિકલ કોલેજ તેમજ તાપીબાઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તેમજ પી.એન.આર.સોસાયટીના સહયોગથી દરેક જાતના રોગો તેમજ બેતાળા ચશ્માનું વિનામૂલ્યે વિતરણ તેમજ નિઃશૂલ્ક સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કરશન ભગતનું રામાપીરનું મંદિર, ગોપાલ સોસાયટી, નારી રોડ, કુંભારવાડા, ભાવનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર કીર્તિ દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા સહિતના સ્થાનિક કોર્પોરેટરઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યમાં આ પ્રકારની ૨૦ ફૂડ સેફટી વાન કાર્યરત છે અને ભાવનગર શહેરને નવી ફૂડ સેફટી વાન મળી છે. આ ફૂડ સેફટી વાનથી ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જે-તે ખાદ્ય પદાર્થો તેમ જ દૂધના નમૂના લઈને તેમાં ભેળસેળ છે કે, કેમ તેની સ્થળ પર જ ચકાસણી કરીને તેનું પ્રમાણપત્ર પણ તરત જ ઉપલબ્ધ બનશે તેવી સુવિધાથી સજ્જ છે.

Next Story