Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ભારત સરકારના પૃથ્વી મંત્રાલય દ્વારા તળાજા દરિયા કિનારે સફાઇ ઝુંબેશ હાથ ધરાય

સુરક્ષિત સાગર’ ઝૂંબેશ અંતર્ગત તળાજા તાલુકાના ઝાઝમેર બીચ ખાતે તાલુકા વહીવટી તંત્ર તથા તળાજા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા દરિયા કિનારે સફાઈ કરવામા આવી હતી.

ભાવનગર : ભારત સરકારના પૃથ્વી મંત્રાલય દ્વારા તળાજા દરિયા કિનારે સફાઇ ઝુંબેશ હાથ ધરાય
X

વસુંધરાને સ્વચ્છ અને સુંદર રાખવી એ આપણી નૈતિક ફરજ છે. કુદરતી સંશાધનો જેટલાં સ્વચ્છ રહેશે તેટલી જ આ પૃથ્વી રહેવાં લાયક અને માણવાં લાયક બની રહેશે. પૃથ્વીનું સંરક્ષણ કરી આગામી પેઢીઓને પણ આપણે તંદુરસ્ત વાતાવરણ સાથે તંદુરસ્ત ભવિષ્ય આપી શકીશું.

આ ભાવને આગળ વધારતાં ભારત સરકારના પૃથ્વી મંત્રાલય (Ministry of earth sciences)ની 'સ્વચ્છ સાગર –સુરક્ષિત સાગર' ઝૂંબેશ અંતર્ગત તળાજા તાલુકાના ઝાઝમેર બીચ ખાતે તાલુકા વહીવટી તંત્ર તથા તળાજા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા દરિયા કિનારે સફાઈ કરવામા આવી હતી. આપણે જાણીએ છીએ કે, પૃથ્વી પર સૌથી વધારે જીવસૃષ્ટી દરિયામાં પાંગરે છે, ત્યારે તેનું જતન અને સંવર્ધન થવું જરૂરી છે. આપણાં યાત્રાધામો અને વિહાર ધામો દરિયાકિનારે કે તેની આસપાસમાં વિકસીત થયેલાં છે.

તેથી ત્યાં લોકોનો ધસારો પણ વધું રહે છે. અને તેને લીધે પ્લાસ્ટિકના પડીકા, નકામો કચરો વગેરે દરિયાકિનારે જમા થાય છે. તેને દૂર કરીને દરિયા કિનારાને સ્વચ્છ બનાવવાં માટે પૃથ્વી મંત્રાલય સમયે-સમયે આવા સ્વચ્છતા અભિયાનો યોજીને પૃથ્વીને નિરંતરતા બક્ષવાનું કાર્ય કરે છે. આ અવસરે કોલેજના વિદ્યાર્થીઓને આ અભિયાન વિશે માહિતી આપીને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 'હર ઘર તિરંગા' અભિયાન વિશેની પણ જાણકારી આપવામાં આવી હતી.

Next Story
Share it