Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર-વિપક્ષના નેતા સુખરામ રાઠવા સર.ટી.હોસ્પિટલ ખાતે દર્દીઓની મુલાકાતે

બોટાદના રોજીદ સહિતના ગામો અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડની ઘટનાથી હાહાકાર મચ્યો છે. જેમાં અત્યારસુધીમાં સત્તાવાર આંક મુજબ ૩૧ લોકોના મોત નીપજ્યા

ભાવનગર : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર-વિપક્ષના નેતા સુખરામ રાઠવા સર.ટી.હોસ્પિટલ ખાતે દર્દીઓની મુલાકાતે
X

બોટાદના રોજીદ સહિતના ગામો અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડની ઘટનાથી હાહાકાર મચ્યો છે. જેમાં અત્યારસુધીમાં સત્તાવાર આંક મુજબ ૩૧ લોકોના મોત નીપજ્યા અને હજુ અનેક લોકો જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે આ ચકચારી બનાવને પગલે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર-વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે દર્દીઓની સ્થિતિ જાણવા તેમજ મુલાકાતે પહોચ્યા હતા.

બોટાદ અને ધંધુકા પંથકના ૩૧ જેટલા લોકોના સત્તાવાર મોતના આકડા સાથેની ચકચારી ઝેરી દારૂકાંડની ઘટનાના પગલે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર-વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે જે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેની મુલાકાતે પહોચ્યા હતા. અતિ દુખદ આ બનાવ કે જેમાં અત્યારસુધીમાં ૩૧ લોકોના મોત ને લઇ આ તમામ પરિવારના લોકોને મૌખિક સાત્વના પાઠવતા દુખ વ્યક્ત કર્યું હતું અને આ ઘટનામાં સરકાર અને પોલીસતંત્ર સામે અનેક સવાલો તેમજ આક્ષેપો કર્યા હતા. જયારે આ બનાવને પગલે કોંગ્રેસની એક ટીમ રાજ્યપાલ ને પણ મળશે અને આ મામલે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. તેમજ મૃતકોને ૧૦ લાખ રૂ. સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Next Story