Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રાત્રી સેશન રાખીને પણ રસીકરણની કામગીરી વેગવાન બનાવતુ જિલ્લા આરોગ્ય વિભાગ

કોરોના કાળમાં બીજી લહેરમાં અતિ મુશ્કેલીવાળો સમય આપણે જોઈ ચૂક્યાં છીએ. ત્રીજી લહેરની વાત આવતાં જ આપણા મનમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે.

ભાવનગર : રાત્રી સેશન રાખીને પણ રસીકરણની કામગીરી વેગવાન બનાવતુ જિલ્લા આરોગ્ય વિભાગ
X

કોરોના કાળમાં બીજી લહેરમાં અતિ મુશ્કેલીવાળો સમય આપણે જોઈ ચૂક્યાં છીએ. ત્રીજી લહેરની વાત આવતાં જ આપણા મનમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે. કારણ કે, આપણે આપણી સામે જ આપણાં અનેક સ્વજનો ગુમાવી ચૂક્યાં છીએ. આજે પણ કોરોનાથી બચવું હોય તો બસ બે જ ઉપાય છે. એક માસ્ક, સેનિટેશન અને બીજું રસીકરણ.... આ માટે તમામ લોકો કોરોનાની રસી લઇ લે તે ખૂબ જ અગત્યનું છે.

ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.ઓ.અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરોનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાનો આરોગ્ય સ્ટાફ રાત-દિવસ લોક સહયોગથી ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે અથાગ મહેનત કરી રહ્યો છે. સિહોર તાલુકા હેલ્થ કચેરીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢમાં ચાલી રહેલી રસીકરણ ઝૂંબેશમાં અમુક ગામમાં, અમુક સમાજના લોકો રસી લેતાં નથી તેવું ધ્યાનમાં આવતાં ચોક્કસ સમાજનાં લોકોને શું સમય અનુકૂળ છે? તેમનાં મનમાં રસી વિશે શું માન્યતા છે? તેની જાણકારી મેળવી હતી. આ ઝૂંબેશમાં જણાયું કે, દેવીપુજક સમાજ રસી લેવા માટે આનાકાની કરે છે. રસી લેવા માટે દિવસે સમય અનુકૂળ નથી તેમ જણાયું હતું. આથી જિલ્લા આરોગ્ય તંત્રએ દેવીપૂજક સમાજને કોરોનાની રસીથી સુરક્ષિત કરવાં માટે રાત્રી રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ જિલ્લાના આંબલા, અમરગઢ, વાવ, સેદરડા ગામોમાં રાત્રી સેશન રાખીને ઘેર-ઘેર ફરીને માતાજીના ભૂવાના સહકારથી રસી વિશે લોકોને વધુ સમજણ અપાઈ હતી.

Next Story
Share it