Connect Gujarat
ગુજરાત

ભાવનગર : "પ્રેમયોગ" પુસ્તકનું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને મહારાણી સમયુક્તાકુમારીના હસ્તે વિમોચન

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક પ્રેમયોગ-અ વે ઓફ લાઈફનું ભાવનગરના મહારાણી સમયુક્તાકુમારીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

ભાવનગર : પ્રેમયોગ પુસ્તકનું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને મહારાણી સમયુક્તાકુમારીના હસ્તે વિમોચન
X

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક પ્રેમયોગ-અ વે ઓફ લાઈફનું ભાવનગરના મહારાણી સમયુક્તાકુમારીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, અનુભવ અને અનુભૂતિના અસ્ખલિત પ્રવાહમાંથી જીવનનું નિરીક્ષણ કરવાનો દ્રષ્ટિકોણ પ્રેમયોગ પુસ્તકમાંથી મળે છે. રણધીરસિંહ એક વાચકમાંથી વિચારક અને યોગ સાધકથી ચિંતક સુધીની જે સફર ખેડી છે, આ સફરમાં તેમણે જે અનુભવ્યું તે જોયું કે, તેવું જ તવારીખ સાથે આ પુસ્તકના ૭૨ પ્રકરણમાં આ આલેખ્યું છે. પ્રેમ માટે સમગ્ર જીવન અને અસ્તિત્વ હોય છે. અસ્તિત્વ ક્યારેય એકલું હતું નથી. વ્યક્તિત્વ તેની સાથે અહર્નિશ જોડાયેલું હોય છે, ત્યારે આવા વૈચારિક ઊંડાઈ અને ઊંચાઇ બન્ને ધરાવતું પુસ્તક પ્રેમની ટૂંકી વ્યાખ્યા કરવાને બદલે ધર્મ-સંસ્કૃતિના માધ્યમથી એક નવો આયામ જ આપે છે. વાઇબ્રેશન સાથે જ્યારે અસ્તિત્વ એકાકાર થતું હોય છે, ત્યારે આવા પ્રકરણો અને આવા પ્રકરણમાંથી આવું પુસ્તક આકાર પામતું હોય છે. પુસ્તક એક સારા મિત્રની ગરજ સારે છે. પુસ્તક ક્યારેય પૂરું થવા માટે હોતું નથી. વિચારોનો પ્રવાહ સતત ચાલતો રહે ત્યાં સુધીની તેની યાત્રા પણ સતત ચાલતી રહે છે.

Next Story