Connect Gujarat
ગુજરાત

ભાવનગર : લોકપ્રતિનિધિ તરીકેના પોતાના કાર્યાલયે લોકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળતાં શિક્ષણ મંત્રી

રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીએ તેમના કાર્યાલય ખાતે જિલ્લા તથા શહેરમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી.

ભાવનગર : લોકપ્રતિનિધિ તરીકેના પોતાના કાર્યાલયે લોકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળતાં શિક્ષણ મંત્રી
X

રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીએ તેમના કાર્યાલય ખાતે જિલ્લા તથા શહેરમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. કાળુભા રોડ પર આવેલા તેમના લોકપ્રતિનિધિ તરીકેના કાર્યાલય ખાતે તેમણે લોકરજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી.

શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી તેમના કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવે છે અને તેનો બને તેટલી ત્વરાએ ઉકેલ આવે તે દિશાના પગલાં લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રીની જવાબદારી મળ્યાં બાદ ભાવનગરના નાગરિકો માટે એટલો સમય ફાળવી શકાતો નથી છતાં બનતી રીતે લોકોને કઇ રીતે મદદરૂપ થાય તે જ તેમનો ઉદ્દેશ છે. લોકોને પીડતી સમસ્યાઓ વિશેની વિગતો મેળવી તેનો ઉકેલ આવે તેવાં નિર્ધાર સાથે તેમજ નીતિ- નિયમોમાં પડતી અડચણો પૂરી થાય તેવી દિશાના પગલાં મારા કાર્યાલય દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રશ્નો સાંભળવાં સાથે મને શુભેચ્છકો અને શહેરીજનોને મળવાની પણ તક આ રીતે મળી છે તે આનંદની વાત છે. શિક્ષણ મંત્રીના કાર્યાલયે મોટી સંખ્યામાં રજૂઆત કરવાં આવેલાં લોકોની સમસ્યા જાણવાં માટે ભાવનગરના ડેપ્યુટી મેયર કૃણાલકુમાર શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story