Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી ગૌશાળાની મુલાકાત, ગાયોનું નિરીક્ષણ કર્યું...

આ ગૌશાળામાં ૫૦૦ કરતાં વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલનો ગાય પ્રત્યેનો અનુરાગ જાણીતો છે.

ભાવનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી ગૌશાળાની મુલાકાત, ગાયોનું નિરીક્ષણ કર્યું...
X

ભાવનગર ખાતે ઉપસ્થિત કાર્યક્રમમાં હાજર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિદાય આપ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૌશાળાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ગૌશાળાના સંચાલક પ્રદિપસિંહ રાઓલ પાસેથી ગાયની માવજત-નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વગેરે વિશેની માહિતી મેળવી હતી.

ભાવનગરની ગૌશાળામાં ફરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાયોનું નિરીક્ષણ કર્યું હતું. આ ગૌશાળામાં ૫૦૦ કરતાં વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલનો ગાય પ્રત્યેનો અનુરાગ જાણીતો છે. તેઓ અવાર-નવાર સમય મળે, ત્યારે ગૌશાળાની મુલાકાત લેતાં હોય છે. ગૌવંશ વિશેની ઉપયોગી માહિતીનું આદાન-પ્રદાન કરતાં હોય છે. રાજ્યપાલએ આ તકે જણાવ્યું હતું કે, એક દેશી ગાયની મદદથી ૩૦ એકર પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે.

Next Story