Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પાલડી ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાયો, કોમી એકતા અને રાષ્ટ્રીય ભાવનાની રંગોળી દોરાઈ

ભાવનગર : પાલડી ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાયો, કોમી એકતા અને રાષ્ટ્રીય ભાવનાની રંગોળી દોરાઈ
X

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પાલડી ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તૈયાર થતાં તેનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ સેન્ટરનો શુભારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, આરોગ્ય તંત્ર દ્વારા સતત નિગરાની અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને કારણે આજે આપણને આ અદ્યતન સુવિધાઓથી સુસજજ એવું હેલ્થ અને વેલનેસ સેન્ટર ઉપલબ્ધ થયું છે.

હેલ્થ અને વેલનેસ સેન્ટર આ વિસ્તારના લોકોની આરોગ્યની કાળજી રાખવામાં અને તેમની તંદુરસ્તી જાળવી રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રમુખએ પોતાની ગ્રાન્ટમાંથી સબ સેન્ટરની આસપાસની જગ્યામાં પેવર બ્લોક નાંખવા માટેની ગ્રાન્ટ આપવાની પણ આ તકે જાહેરાત કરી હતી. જેને ગ્રામજનોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી. જિલ્લા પંચાયત પ્રમુખએ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના કાળમાં પોતાના જીવન અને પરિવારની ચિંતા કર્યા વગર કાર્ય કર્યું હતું, તેનાથી આપણે સૌ વિદિત છીએ ત્યારે કોરોના વોરિયર્સ એવાં આરોગ્ય કર્મચારીઓની સલાહ અને માર્ગદર્શન મેળવી આપણાં આરોગ્યને સુધારીને રોગ પ્રતિકારક શક્તિ વધારીએ તે અત્યારના સમયની જરૂરિયાત છે. આ સેન્ટરના શુભારંભ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ સાથે જિલ્લા સદસ્ય મુકેશ રાઠોડ, સરપંચ નયના ભરોડીયા અને સગર્ભા માતાઓ તેમજ દાતા શાંતિ સુતરીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.

Next Story