Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સીપેટના 55માં વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે લોકાર્પણ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગર ખાતે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) ના ૫૫ માં વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.

ભાવનગર : સીપેટના 55માં વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે લોકાર્પણ
X

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગર ખાતે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) ના ૫૫ માં વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.

આ કેન્દ્રની સ્થાપનાથી ઉદ્યોગોને ટેકનોલોજીકલ સપોર્ટ મળશે, યુવાનોને રોજગારી મળશે અને ઉદ્યોગને કુશળ માનવબળ મળશે. જે રીતે ગતિ શક્તિનું કેન્દ્ર બેરિંગ હોય છે, તે જ રીતે પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ્સ ઉદ્યોગ માટે આ કેન્દ્ર બની રહેવાનું છે તેવો વિશ્વાસ તેમણે આ તકે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને જણાવ્યું કે, તમે વારંવાર આ કેન્દ્રની મુલાકાત લેજો જેથી ઉદ્યોગની જરૂરિયાત મુજબ આ કેન્દ્ર મશીનરીનું નિર્માણ કરી આપી શકે અને ઉદ્યોગની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરી શકાય. ભાવનગર આગામી દિવસોમાં રોકેટ ગતિએ વિકાસની દિશામાં જવાનું છે, તેના વિશે વિસ્તૃત સમજ આપતાં તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ભાવનગરના દરિયાકાંઠે સી.એન.જી. ટર્મિનલની સ્થાપના મફતલાલ ગૃપ દ્વારા થવાં જઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જાહેર કરેલી રિસાયક્લિંગ પોલિસી અંતર્ગત રિસાયક્લિંગ યાર્ડ ભાવનગરના અલંગ ખાતે તૈયાર થવાનું છે. આ વિકાસ વધુ વેગવાન બને તે માટે ભાવનગરથી ધોલેરા સીક્સ રોડ તૈયાર થઈ રહ્યો છે. આ સિવાય ભાવનગરથી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે.

Next Story