Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તાવેડા નજીક થયેલ રૂ. 10 લાખથી વધુની લૂંટનો ભેદ ઉકેલાયો, 2 શખ્સોની ધરપકડ

ભાવનગર : તાવેડા નજીક થયેલ રૂ. 10 લાખથી વધુની લૂંટનો ભેદ ઉકેલાયો, 2 શખ્સોની ધરપકડ
X

ભાવનગર જિલ્લાના મહુવા-સાવરકુંડલા રોડ પર આવેલા તાવેડા ગામના પાટીયા નજીક થયેલ રૂ. ૧૦,૫૦,૦૦૦/-ની લૂંટના વણશોધાયેલ ગુન્હાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 2 શખ્સોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 13મી ઓગષ્ટના રોજ પ્રિતેશ મોઠીયા મહુવાથી રોકડ રકમ ૧૦,૫૦,૦૦૦/- લઈ "KIZ FOOD" જતા હતા, તે દરમ્યાન તાવેડા ગામના પાટીયા પાસે પહોચતા 3 અજાણ્યા પુરુષો બાઇક ઉપર આવી પ્રિતેશ મોઠીયાનો પીછો કરી તેને રોકી ગાળો આપી મારામારી કરી માથાના ભાગે ઈજા પહોચાડી રોકડ રકમ રહેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા, ત્યારે આ અંગેની ફરીયાદ મહુવા પોલીસ મથકે નોંધાવવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તાવેડા ગામના પાટીયા નજીક વણશોધાયેલ લૂંટના ગુન્હા અનુસંધાને ભાવનગર વિભાગ, ભાવનગર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા મહુવા વિભાગ, ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિકક્ષક ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફકર્મીઓને સૂચન કરાયું હતું, ત્યારે પોલીસ માટે ચેલેન્જરૂપ લૂંટનો ભેદ ઉકેલવા સ્થળ મુલાકાત કરી હતી.

જેમાં એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખા ભાવનગર તથા મહુવા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમે સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે, તાવેડા ગામના પાટીયા નજીક થયેલ લૂંટના આરોપીઓ પૈકીના 3 આરોપીઓ 2 મોટર સાયકલ ઉપર બીલડી ગામથી માઢીયા ગામ તરફ આવતા હતા, ત્યારે તેઓને રોકી પુછપરછ કરતા નિતિન ચૌહાણ, રાહુલ ડુબાણીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે લૂંટ કરેલાની કબુલાત આપેલ. જેથી આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય કિશોરની ઝડતી કરતા તેઓ પાસેથી લૂંટ કરાયેલ રકમ પૈકીના રોકડા રૂપિયા તથા ગુન્હો કરવામાં વાપરેલ બન્ને મોટર સાયકલો તપાસ અર્થે જપ્ત કરી ધોરણસરની અટક સાથે કાર્યવાહી કરવામાં આવી છે.

Next Story