ભાવનગર : 5 જેટલા દેશી તમંચા સાથે પાંચ આરોપીની પોલીસે કરી ધરપકડ
ત્રણ પોલીસ સ્ટેશનની હદ માથી બાતમીના આધારે ત્રણ દિવસમાં ૫ જેટલા દેશી તમંચા જેવા હથિયારો સાથે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા

ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રા દિવસ અષાઢી બીજના તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સઘન ચેકીંગ સાથે સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, ત્યારે શહેરના અલગ અલગ ત્રણ પોલીસ સ્ટેશનની હદ માથી બાતમીના આધારે ત્રણ દિવસમાં ૫ જેટલા દેશી તમંચા જેવા હથિયારો સાથે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.
ભાવનગર શહેરમાં આગામી ૧૨ જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના તમામ પ્રવેશ દ્વાર પર સઘન વાહન ચેકીંગ તેમજ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે, પોલીસે ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવવા ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી, ત્યારે શહેરમાં ગેરકાયદે હથિયાર ઘુસાડવામાં આવ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર પોલીસ તંત્ર વધુ એલર્ટ બન્યું હતું, તેમજ કડક ચેકીંગ હાથ ધરી ત્રણ દિવસમાં ૫ જેટલા ગેરકાયદેસર દેશી તમંચા જેવા હથિયારો અને ૧૪ જીવતા કાર્ટીસ સાથે અલગ અલગ ડિવિઝન માથી કુલ પાંચ ઇસમોને ઝડપી લીધા હતા.
શહેરના ભરતનગર પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમ્યાન હથિયાર ના વેચાણ અંગે મળેલી બાતમી ના આધારે કુલઝરીયા હનુમાનજી મંદિરથી બુઘેલ જવાના કાચા માર્ગ પર કડક વોચ ગોઠવી તોફીક રફીકભાઇ શેખ, અસ્લમ કાદરભાઇ ખોખર તથા આદીલ હુસેનભાઇ ગનેજા નામના ઈસમો ને 3 દેશી તમંચા અને જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધા હતા, પોલીસ ને અમુક ઈસમો રિવોલ્વર તથા કાર્ટીસ વેચવા આવવા ના હોય તેવી બાતમી મળી હતી ત્યાંરે પોલીસે બાતમી વાળી જગ્યા પર પહોંચી (૧) તોફીક રફીકભાઈ શેખ રહે સાંઢીયાવાડ વાળાને પીસ્ટલ કિં.રૂ .૨૫૦૦૦ તથા ૩ જીવતા કાર્ટીસ રૂ. ૩૦૦ (૨) અસ્લમ કાદરભાઈ ખોખરને પીસ્ટલ તથા ૩ જીવતા કાર્ટીસ તેમજ (૩) આદીલ હુસેનભાઇ ગજાને પીસ્ટલ તથા ૩ કાર્ટીસ, આમ કુલ ૯ કારતૂસ સહિત કુલ રૂ. ૭૫,૯૦૦ ના મુદામાલ સાથે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. જયારે અગાઉ ગંગાજળીયા પોલીસ મથકના સ્ટાફે ગત તા. ૪ જુલાઈ ના રોજ ખારગેટ ચોક જલારામ મંદિર વાળા ખાંચામાં લોહાણા સમાજની વાડી પાસેથી આરોપી ઘનયામ ઉર્ફે ઘંટી જગજીવનદાસ દાણીધરીયાને તેમજ ગત તા.ર જુલાઈ ના રોજ ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે વાહન ચેકીંગ દરમિયાન શિશુવિહાર સર્કલ પાસેથી પરવેઝ અબ્દુલવહાબ શેખને દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. આમ પોલીસ તંત્ર દ્વારા ત્રણ દિવસ દરમિયાન ત્રણ દરોડા પાડી પાંચ દેશી તમંચા જેવા હથિયારો અને કુલ ૧૪ જીવતા કાર્ટીસ સાથે પાંચ ઈસમો ને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT