Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ભારતીય હવાઇ દળમાં તબીબી વિભાગમાં ફરજ બજાવતાં સિહોરના સિપાહીનું વતનમાં ભવ્ય સ્વાગત

એક શિક્ષક કભી સાધારણ નથી હોતો તેવી રીતે જ ભારતીય લશ્કરમાં કાર્યરત જવાન પણ સાધારણ નથી હોતો. તે સરહદ પર માં ભારતીની રક્ષા કરે છે

ભાવનગર : ભારતીય હવાઇ દળમાં તબીબી વિભાગમાં ફરજ બજાવતાં સિહોરના સિપાહીનું વતનમાં ભવ્ય સ્વાગત
X

એક શિક્ષક કભી સાધારણ નથી હોતો તેવી રીતે જ ભારતીય લશ્કરમાં કાર્યરત જવાન પણ સાધારણ નથી હોતો. તે સરહદ પર માં ભારતીની રક્ષા કરે છે તેથી આપણે ભારતવાસીઓ ચેનની નિંદ લઇ શકીએ છીએ. આથી આવો કોઇપણ વીર જ્યારે તેના માદરે વતનમાં આવે ત્યારે તેનું ભવ્ય સ્વાગત થવું જ જોઇએ. આવું જ કંઇક જોવાં મળ્યું ભાવનગરમાં કે, જ્યાં ભારતીય હવાઇ દળમાં તબીબી વિભાગમાં ફરજ બજાવતાં સિહોરના કનીવાવના પનોતા પૂત્ર એવાં ભવદીપસિંહ ગોહિલનું ગૌરવભેર સ્વાગત બહેનો દ્વારા કુમકુમ-અક્ષતથી ચાંદલો કરી સામૈયું કરવામાં આવ્યું હતું.

સિહોરના નવાગામ (કનીવાવ)ના વતની તેમજ ભાવનગર જિલ્લા તેમજ સિહોરનું ગૌરવ એવાં રાજપૂત કારડીયા સમાજના ગૌરવ સમાન એવાં ભવદીપસિંહ જે. ગોહિલ કે, જેઓ ભારતીય હવાઇદળમાં ખૂબ અઘરી ગણાતી એરફોર્સની ૧૮ માસથી વધુની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના વતન પરત ફર્યા ત્યારે એક લશ્કરના જવાનને છાજે તેવી રીતે તેમનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરી જીપમાં તેમમાં તેમનો ગામમાં વરઘોડો કરવામાં આવ્યું હતું. ગામના યુવાનો નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ યુવાનોએ બાઈક રેલી તેમજ અબીલ-ગુલાલની છોળોથી વાતાવરણને કેસરીયા બનાવી દીધું હતું. સમસ્ત ગ્રામજનો આ ભવ્ય સ્વાગતમાં સામેલ થયા હતા.

Next Story