Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તળાજા નગરપાલિકા પ્રમુખ પદ માટે ભાજપના આગેવાનની બિનહરીફ વરણી કરાઇ

ભાવનગર : તળાજા નગરપાલિકા પ્રમુખ પદ માટે ભાજપના આગેવાનની બિનહરીફ વરણી કરાઇ
X

ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રમુખ પદ માટે ભાજપના આગેવાન અરવિંદ મારડીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

તળાજા નગરપાલિકામાં અગાઉ અઢી વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી યોજાય હતી. જેમાં ભાજપના નગરસેવક વિનુ વેગડે કોંગ્રેસનો હાથ પકડી કોંગ્રેસ તરફી નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. તળાજા નગરપાલિકામાં પ્રમુખ તો કોંગ્રેસના હતા, જ્યારે તમામ સમિતિ ભાજપના કબ્જામાં હતી, ત્યારે વિનુ વેગડ સામે પક્ષ દ્વારા અપીલ કરવામાં આવતા નગરપાલિકાના પ્રમુખ દ્વારા તેઓને થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, તળાજા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં 10 મહિના બાદ ફરી પ્રમુખ પદ ભાજપના કબ્જે આવ્યું છે, ત્યારે ભાજપના કાર્યકર્તા અને નગરસેવકો દ્વારા અરવિંદ મારડીયાની વરણીને આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Next Story
Share it