Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું

અખંડ ભારતના શિલ્પી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

ભાવનગર : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું
X

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે એક અને અખંડ ભારતના શિલ્પી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.


ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા અને સરદાર ચોકના અનાવરણ પ્રસંગે ધારાસભ્ય ભીખા બારૈયા તથા આર.સી.મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશ લંગાળિયા, ઘનશ્યામ શિહોરા, રેખા ડુંગરાણી તથા પાલીતાણાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it