Connect Gujarat
ગુજરાત

ભુજ : લંડનમાં રહેતા મૂળ ભારતીય દંપતિએ બે વર્ષની બાળકીને લીધી દત્તક

ભુજ : લંડનમાં રહેતા મૂળ ભારતીય દંપતિએ  બે વર્ષની બાળકીને લીધી દત્તક
X

ભુજના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશ્રય પામતી નિયતીનું ભવિષ્ય હવે બ્રિટનમાં ખીલશે. આજે લંડનમાં રહેતા મૂળ ભારતીય દંપતિ દ્વારા બે વર્ષની બાળકીને દત્તક લેવામાં આવી હતી. આ વેળાએ ભાવુક દ્રશ્યો સર્જાયાં હતા.

બે વર્ષ પહેલા પારણામાંથી મળેલી નિયતીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશ્રય આપી તેનો ઉછેર કરાય છે. બાળકી 5 મહિનાની થઇ ત્યારે તેના વાલ્વમાં બે કાણા હોવાનું જણાતાં તેને આણંદની કરમસદ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને મા કાર્ડ થકી તેનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે.મૂળ ભારતીય અને વર્ષોથી બ્રિટનમાં રહેતા અક્ષય બાતગોડ અને આરતી વારિયાએ આજે નિયતીને દત્તક લીધી હતી.અક્ષય બાતગોડ બ્રિટનની કંપનીમાં એચ.આર. મેનેજર છે.કોર્ટની મંજૂરી બાદ આ પ્રક્રિયા કરવામાં આવી હતી.


Next Story