Connect Gujarat
ગુજરાત

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવાની સંભાવના

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજ સિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવાની સંભાવના
X

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજ સિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારે આજે ટ્વીટ કરીને કહ્યું છે કે આજે મહેસાણા રાજપદથી માતા બહુચરના આશીર્વાદથી...શરૂઆત બહુચરાજીથી... કોને ફિકર છે કે 'કબીલા'નું શું થશે? બધા એ જ વાત પર લડે છે કે 'સરદાર' કોણ હશે". જયરાજ સિંહ પરમારે આજે કાર્યકરોને સંબોધતો 2 પાનનો પત્ર લખ્યો હતો.

કાર્યકર જોગ પત્ર લખ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. જયરાજસિંહ પરમારની કોંગ્રેસમાંથી વિદાયથી પક્ષને ચોક્કસપણે મોટો ફટકો પડી શકે છે. તેઓ ઘણા સમયથી કોંગ્રેસના નેતૃત્વથી નારાજ જોવા મળી રહ્યા હતા. એકબાજુ જ્યાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પણ જોવા મળી રહ્યો છે. એમાં પણ આજે દિગ્ગજ નેતા જયરાજ સિંહ પરમારની એક ટ્વીટના કારણે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું તેઓ હવે પંજાનો સાથ છોડશે? આ અગાઉ પણ તેમણે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી તે જગજાહેર છે. તેમણે તાજેતરમાં જ એક ટ્વીટ કરીને કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યો હતો.

Next Story