Connect Gujarat
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, 8 મનપા સિવાયની નીચલી અદાલતો ઓફલાઇન થશે શરૂ

રાજ્યની કોર્ટ શરૂ કરવા અંગે HC નો મોટો નિર્ણય, 8 મનપા બહારની કોર્ટ ઓફલાઇન શરૂ કરવા મંજુરી આપી છે.

ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, 8 મનપા સિવાયની નીચલી અદાલતો ઓફલાઇન થશે શરૂ
X

રાજ્યની કોર્ટ શરૂ કરવા અંગે HC નો મોટો નિર્ણય, 8 મનપા બહારની કોર્ટ ઓફલાઇન શરૂ કરવા મંજુરી આપી છે.જિલ્લા તાલુકાની ટ્રાયલ કોર્ટ ઓફલાઇન કરવા HCએ મંજૂરી આપી છે. જિલ્લામાં 100થી ઓછા કેસ હોય ,વકીલ સ્ટાફ ઓછો હોય તે કોર્ટ ઓફલાઇન રહેશે . વકીલોની આર્થિક સ્થિતિને ધ્યાને લઇ HCએ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. કોવિડ ટાસ્ક ફોર્સની સલાહ મુજબ કોર્ટને લઈ HC SOp જાહેર કરી છે.કોરોનાના કેસો જે કોર્ટમાં 50 થી ઓછા હોય તેં જ કોર્ટ ઓફલાઇન રહેશે. વકીલો N95 માસ્ક ,ફેશ શિલ્ડ માસ્ક સાથે જ એન્ટ્રી આપવામાં આવશે. કોર્ટમાં સુનવણી માટે વકીલ કોર્ટ રૂમમાં રહેશે. ડોક્યુમેન્ટ જમા કરાવવા એક જ તપાસ અધિકારી કોર્ટમાં હાજરી આપી શકશે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહીતના શહેરોની કોર્ટ ઓનલાઈન જ રહેશે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ગ્રામય વિસ્તારોની કોર્ટ ઓફલાઇન કરવા માંગ કરી હતી.

Next Story