Connect Gujarat
ગુજરાત

ચુંટણી આવતા બીજેપી-કોંગ્રેસને ઓબીસી સમાજ યાદ આવ્યો,વાંચો શું ઘડાયો પ્લાન

ચૂંટણીના સમયે રાજકીય પક્ષો પોતાની વોટબેંક ને આકર્ષવા માટે અનેક નવા રસ્તા અપનાવે છે. તમામ પાર્ટી ચૂંટણી જીત માટે વોટબેંક મહત્વની સાબિત થાય છે.

ચુંટણી આવતા બીજેપી-કોંગ્રેસને ઓબીસી સમાજ યાદ આવ્યો,વાંચો શું ઘડાયો પ્લાન
X

ચૂંટણીના સમયે રાજકીય પક્ષો પોતાની વોટબેંક ને આકર્ષવા માટે અનેક નવા રસ્તા અપનાવે છે. તમામ પાર્ટી ચૂંટણી જીત માટે વોટબેંક મહત્વની સાબિત થાય છે. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ ઓબીસી સમાજ માટે મેદાનમાં ઉતર્યુ છે અને OBC સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો પક્ષ રાખ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે OBC સમાજને રાજકીય પક્ષો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે ત્યારબાદ તેમની સાથે અન્યાય કરે છે. કોંગ્રેસે એ પણ આરોપ કર્યા કે ગુજરાતની 52 ટકા OBC વસ્તીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા OBC મત સાચવવા રાજકીય પક્ષોમાં હોડ જામી છે.

કોંગ્રેસ અને ભાજપના નેતાઓ OBC આયોગ પહોંચ્યા હતા. મંત્રી જગદીશ પંચાલ ની આગેવાનીમાં ભાજપ નેતા શંકર ચૌધરી, ઉદય કાનગડ , ભરત ડાંગર, અલ્પેશ ઠાકોર, કાળુ ઝાખડ પણ કમિશનને મળ્યા હતા. જે બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રતિનિધિમંડળ પણ સમર્પિત આયોગને રજૂઆત કરી હતી. અમિત ચાવડા, પૂંજા વંશ, ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહી OBCને 27 ટકા અનામત આપવા માંગ કરી હતી. રજૂઆત બાદ બીજેપીના નેતા ભરત ડાંગર નિવેદન આપતા કહ્યું કે ડેલિગેશને આયોગ સમક્ષ રજૂઆત કરી છે.બીજેપી હંમેશા તમામ સમાજોની સાથે છે. ભાજપની સરકાર બન્યા બાદ 27 ટકા અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો. અગાઉ કોંગ્રેસે બધા જ કમિશનની ભલામણો અટકાવી દીધી હતી. બીજેપી OBC લોકોને ન્યાય માટે કટિબદ્ધ છે. ચૂંટણીમાં OBCને વધુમાં વધુ ટકા અનામત મળે તેવી રજૂઆત કરી છે

Next Story