Connect Gujarat
ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે,RSS અને BJPના આગેવાનો સાથે કરશે બેઠક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે,RSS અને BJPના આગેવાનો સાથે કરશે બેઠક
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એવામાં ચૂંટણીમાં જીતવા માટે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. પોતાના પક્ષના પ્રચાર માટે કેન્દ્રિય નેતાઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.બે દિવસના ગુજરાત પ્રવાસે આવનારા બી.એલ સંતોષ હેગડેવાર ભવનમાં RSSનાં અગ્રણીઓ સાથે અને કમલમ ખાતે BJP સંગઠન પદાધિકારીઓ સાથે બેઠક કરશે.

જેમાં પહેલા દિવસે તેઓ ઝાંઝરકા માં વિવિધ સામાજિક આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરશે. આ બાદ બીજા દિવસે તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક કરશે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 10મી મેના રોજ રાહુલ ગુજરાત આવશે અને દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલન સંબોધશે. અગાઉ 1લી મેના રોજ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના હતા. પરંતુ કોઈ કારણોસર તેમના આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે 10 મી મેના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ વડોદરા આવીને ત્યાંથી સીધા દાહોદ જશે. હાલમાં કોંગ્રેસના નેતાના આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં તેમના સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

Next Story