Connect Gujarat
ગુજરાત

બોલિવૂડ એકટર કાર્તિક આર્યન ફરી કોવિડનો બન્યો શિકાર

દેશમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસ વધવા લાગ્યા છે. બોલિવૂડ એકટર કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે.

બોલિવૂડ એકટર કાર્તિક આર્યન ફરી કોવિડનો બન્યો શિકાર
X

દેશમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસ વધવા લાગ્યા છે. બોલિવૂડ એકટર કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. કાર્તિકની ફિલ્મ ભૂલ ભુલૈયા 2ને મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી તેના ચાહકો પણ ખૂબ જ ખુશ છે. પરંતુ હવે કાર્તિકના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે.


કાર્તિક ફરી કોવિડનો શિકાર બન્યો છે. આ જાણકારી કાર્તિકે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કાર્તિકે પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં તે બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે અને તેણે હાથ જોડી દીધા છે. તેનો આ ફોટો શેર કરીને કાર્તિકે એવું કેપ્શન લખ્યું છે કે તેને વાંચીને ચાહકો તો નારાજ છે, પરંતુ તેની વિચિત્ર સ્ટાઇલથી તેના ચહેરા પર હાસ્ય પણ આવી ગયું છે

Next Story