Connect Gujarat
ગુજરાત

બોટાદ કેમિકલ કાંડ:12 પોલીસકર્મીઓની બદલીઓનો કરાયો આદેશ

બોટાદ,બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશન 12 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર પકડાવી દીધા છે.

બોટાદ કેમિકલ કાંડ:12 પોલીસકર્મીઓની બદલીઓનો કરાયો આદેશ
X

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા કેમિકલકાંડ મામલે કાર્યવાહીનો દોર હજુ પણ યથાવત છે. બોટાદ,બરવાળા અને રાણપુર 12 પોલીસકર્મીની બદલીનો ઓર્ડર નીકળતા સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે. આ પહેલા પણ 12 પોલીસકર્મીઓને જિલ્લા બહાર ટ્રાન્સફર આપવામાં આવ્યું હતું. જે બાદ આજે ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કરી વધુ બોટાદ,બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશન 12 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર પકડાવી દીધા છે. 43 લોકોને ભરખી જનારા કેમિકલકાંડ લઈને આખું ગુજરાત થરથરી ગયું છે.

ત્યારબાદ સરકાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે એક્શન લેવાનું શરૂ કર્યું હતું ગત 29 જુલાઇના રોજ LCB અને SOGના 12 પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. જિલ્લાના 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરી ફરજ સોંપવામાં આવતી આ બદલી ચર્ચાનું કારણ બની હતી. નોંધનીય છે કે આ અગાઉ અમદાવાદ ગ્રામ્યના વિરેન્દ્ર યાદવ તથા બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા ની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.

ગત મહિનામાં અગાઉ અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલ, બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરાયા હતા. તો બરવાળાના PSI ભગીરથસિંહ વાળા અને રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા હતા. એટલે કે 2 SP કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ અને 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરી પર પણ સસ્પેન્શન ની કાર્યવાહી થઈ હતી.

Next Story