Connect Gujarat
ગુજરાત

ગુજરાતની મહેમાન ગતિ જોઈ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન થયા અભિભૂત,વાંચો શું કહ્યું

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન બે દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં પીએમ મોદી સાથે તેઓ મિટીંગ કરશે

ગુજરાતની મહેમાન ગતિ જોઈ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન થયા અભિભૂત,વાંચો શું કહ્યું
X

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન બે દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં પીએમ મોદી સાથે તેઓ મિટીંગ કરશે. પરંતુ તે અગાઉ સૌ પ્રથમ તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેઓનું ઢોલ નગારા વગા઼ડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ ગુજરાતની વિવિધ જગ્યાની મુલાકાત લીધી. ગુજરાતમાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવા બદલ ખુશખુશાલ જણાયા. આજે જ્યારે તેઓ પીએમ મોદીને મળવા પહોંચ્યા તે અગાઉ મીડિયાને સંબોધન કરતા ગુજરાતના ભરપેટ વખાણ કર્યા.

બોરિસ જ્હોન્સને ભારતની મુલાકાત અંગે મીડિયા જણાવ્યું કે મે ક્યારેય વિચાર્યુ ન હતું કે ભારત અને યુકે વચ્ચે પહેલા આવા મજબૂત રિલેશન રહ્યા હોય જેટલા અત્યારે છે. તો સંબોધનમાં તેઓએ ગુજરાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતમાં તેઓની આગતા સ્વાગતાને લઇને તેમણે ગુજરાતના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે ખાસ કરીને હું ગુજરાતનો આભાર માનવા માંગુ છું. ગુજરાતમાં મારુ અદભૂત સ્વાગત કરવામાં આવ્યું, મે આટલું આનંદદાયક સ્વાગત ક્યારેય જોયુ નથી.

Next Story