Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસનાં માળખામાં બદલાવ, મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુંમરની નિમણૂંક કરાઇ

ગુજરાત કોંગ્રેસનાં માળખામાં બદલાવ, મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુંમરની નિમણૂંક કરાઇ
X

આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માર્ચમાં પૂર્ણ થઈ હતી, તેથી હવે રાજકીય પક્ષોએ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની છે. બંને પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર પણ શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં તેના પ્રદેશ માળખામાં બદલાવ લાવવાની સાથે મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે જેની ઠુંમરની વરણી કરી છે. જેથી આગામી ચૂંટણી માટે મહિલાઓના પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવી મહિલા મતદારોની વોટબેંક મજબુત કરી શકાય તેમ છે.

ગુજરાત મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદે જેની ઠુંમરની વરણી કરાઈ છે. તેમણે કહ્યું કે, તેઓ મહિલાઓના મુદ્દાઓ ઉઠાવશે. તેમણે આરોપ લગાવ્યો કે, હાલ મહિલાઓ ત્રસ્ત છે. અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. ત્યારે મહિલાઓને વધુમાં વધુ મહિલાઓને તેમની સાથે જોડશે અને મહિલાઓનો અવાજ વધુ બુલંદ બનાવશે. જેની ઠુંમર ધારાસભ્ય વિરજી ઠુંમરના પુત્રી છે. તેઓ હાલ કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી તરીકે હતા. 2015-2018 તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે

Next Story