Connect Gujarat
ગુજરાત

20 ટકા ડિસ્કાઉન્ટ થી 1 કિલો સોનું ખરીદવા આવેલા ચેન્નાઈના દંપતી સાથે 43 લાખની છેતરપિંડી

યુટ્યુબ પર સસ્તા સોનાનો વીડિયો જોઈને ચેન્નાઈથી દંપતી સોનું ખરીદવા અમદાવાદ આવ્યું હતું.

20 ટકા ડિસ્કાઉન્ટ થી 1 કિલો સોનું ખરીદવા આવેલા ચેન્નાઈના દંપતી સાથે 43 લાખની છેતરપિંડી
X

યુટ્યુબ પર સસ્તા સોનાનો વીડિયો જોઈને ચેન્નાઈથી દંપતી સોનું ખરીદવા અમદાવાદ આવ્યું હતું. ગઠિયાઓએ દંપતીને 20 ટકા ડિસ્કાઉન્ટમાં 1 કિલો સોનું આપવાનું કહીને જિંદગી ભરની બચતના રૂ.43.34 લાખને રફુચક્કર થઈ ગયા હતા.

ચેન્નાઈના વેલાચેરીમાં રહેતા કિરણકુમાર કોડાંવાલાસા(પટનાયક) (38) ચેન્નાઈની શેલ ઇન્ડિયા માર્કેટ પ્રા.લી.કંપનીમાં સીએ તરીકે નોકરી કરે છે. 7 નવેમ્બર 2021ના રોજ કિરણ કુમારની પત્ની ભારતીબેન યૂટ્યુબમાં ડિસ્કાઉન્ટ પ્રાઈઝમાં ગોલ્ડ બાર ખરીદવાનો વીડિયો જોઈ રહ્યા હતા.જેમાં છેલ્લે કોન્ટેકમાં સિધ્ધાર્થ મહેતાનું નામ અને મોબાઈલ નંબર લખ્યો હતો. તે નંબર ઉપર વાત કરતા સિદ્ધાર્થ ભાઈએ 10 ટકા ડિસ્કાઉન્ટમાં સોનું આપવાની વાત કરી હતી.જેથી ભારતીબેને સોનું ખરીદવા ઓગણજ સર્કલ પાસે આવ્યા હતા. જ્યાં સિદ્ધાર્થ, રાજેશ અને અસલમે 100 ગ્રામના 10 બિસ્કિટ લઈને આવ્યો હતો. જેની બજાર કિંમત રૂ.5.10 લાખ થતી હતી.

જે 10 ટકા ડિસ્કાઉન્ટ માં રૂ.4.70 લાખમાં તેમને આપ્યા હતા. જે લઈને દંપતી ચેન્નાઈ જતા રહ્યા હતા.એ પછી ફરીથી તેમણે વધારે સોનું ખરીદવાની વાત કરતા 20 ટકા ડિસ્કાઉન્ટ માં 1 કિલો સોનું જેની કિંમત રૂ.54.22 લાખ થતી હતી તે રૂ.43.37 લાખમાં આપવાની વાત કરી હતી. જેથી કિરણકુમાર 18 લાખની લોન, 2 ક્રેડિટ કાર્ડ પર 22 લાખની લોન, રૂ.4 લાખની શેર તેમજ ફિક્સ ડિપોઝિટ તોડીને રૂ.42 લાખ ભેગા કરી અમદાવાદ સોનું લેવા માટે ફરી હાઈવે પર ભેગા થયા હતા. જ્યાં સિદ્ધાર્થ અને તેના સાગરીતો 43 લાખ લઈને સોનું આપ્યા વગર જ ફરાર થઈ ગયા હતા. સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it