Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: સબ જેલના કેદીનું તબિયત લથડતા સારવાર દરમિયાન મોત

છોટા ઉદેપુર સબ જેલના કેદીનું મોત નિયપજ્યું છે. ગઇકાલે સાંજે કેદીને જેલમાં ચક્કર આવતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

છોટાઉદેપુર: સબ જેલના કેદીનું તબિયત લથડતા સારવાર દરમિયાન મોત
X

છોટા ઉદેપુર સબ જેલના કેદીનું મોત નિયપજ્યું છે. ગઇકાલે સાંજે કેદીને જેલમાં ચક્કર આવતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સારવાર દરમિયાન કેદીનુ મોત નીપજયું છે. મૃતક કેદી દિપક ડાની કાચાકામ નો કેદી હતો. કેદી વિરુધ્ધ વર્ષ 2020માં પાવીજેતપુર પોલીસ મથકમાં રેતી ચોરીનો ગુનો નોંધાયો હતો. કેદીની તબિયત અચાનક લથડતા તેનું મોત નીપજયું હતું ત્યારે પોલીસ દ્વારા મૃતક કેદીના મૃતદેહને પીએમ અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો

Next Story
Share it